રાજકારણ – The Harishchandra – Gujarati

વડાપ્રધાન મોદી ક્યાં સુધી શાસન કરવા ઇચ્છે છે ?
શ્રવણ ગર્ગ : વડાપ્રધાનની આસપાસ એક એવું તંત્ર પ્રસરી ગયું છે જેણે દેશની મોટા ભાગની વસ્તીને એમના રોજબરોજના કામો અને વ્યક્તિત્વના દબદબા સાથે ચોવીસે કલાક માટે કામે લગાડી દીધી છે. વડાપ્રધાનની હાજરી લોકોની જરૂરિયાતોમાં હવા-પાણીની માફક જ સામેલ કરવામાં આવી રહી છે. પાર્ટી અને તંત્રથી પર વડાપ્રધાનની છબી ‘હર-હર મોદી, ઘર-ઘર મોદી’ના ‘કલ્ટ’ તરીકે વિકસિત અને સ્થાપિત કરાઈ રહી છે. નાગરિકોને બીજું કંઈ વિચારવાનો મોકો જ નથી અપાઈ રહ્યો. મોંઘવારી તો બહુ દૂરની વાત છે.

જુદા જુદા કારણોસર સતત ચર્ચામાં રહેતા ઇંદોર શહેરના એક સમાચાર એવા છે કે એક મુસ્લિમ ભાડુઆતે પોતાના મુસ્લિમ મકાનમાલિક વિરુદ્ધ અધિકારીઓને ફરિયાદ કરી કે એને મકાન ખાલી કરવાની ધમકી એટલા માટે અપાઈ રહી છે કે એણે વડાપ્રધાનની તસવીર ઘરમાં લગાડી છે. તપાસ પછી જણાવાયું કે બંને વચ્ચે વિવાદ તો ભાડાની લેણ-દેણનો છે ! ભાડુઆતને એમ કે મોદીની તસવીર એને માટે સુરક્ષાકવચ બની રહે. ભાડુઆત જો બહુસંખ્ય સમુદાયનો હોત તો સંજોગો તપાસ પૂરી થતાં અગાઉ જ કંઈ બીજું રૂપ લઈ લેત. સાર એટલો કે લોકો વડાપ્રધાનની તસવીરનો ઉપયોગ પોતે ડરવામાં પણ કરે છે અને બીજાને ડરાવવામાં પણ !

એક મીડિયા પ્લેટફોર્મની યૂ-ટ્યૂબ ચેનલ ચર્ચા દરમિયાન એક પેનલિસ્ટે જ્યારે પહેલી વાર કહ્યું કે ભાજપ દેશ પચાસ વરસ સુધી રાજ કરશે તો એમના કથનને ‘દરેકના ખાતામાં પંદર લાખ આવી જશે’ જેવો જ કોઈ જુમલો માનીને ફગાવી દેવાયો. પેનલિસ્ટે જ્યારે પોતાના દાવાને ભારપૂર્વક એ સુધારા સાથે બેવડાવ્યો કે મોદી જ બીજાં પચાસ વરસ સુધી રાજ કરવાના છે તો એમની વાત પર નવેસરથી વિચારવું પડ્યું. અહીં કહવેનો અર્થ એ છે કે પેનલિસ્ટ ન તો મોદીભક્ત છે કે ન તો બહુસંખ્યક સમુદાયથી છે. એમણે પોતાના દાવાની તરફેણમાં કેટલાક તર્ક પણ રજૂ કર્યા.

‘ભારત છોડો આંદોલન’ની પૂર્વ સંધ્યાએ 8 ઓગસ્ટ 1942ના દિવસે મુંબઈમાં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ગાંધીજીએ જ્યારે ઘોષણા કરી હશે કે એ પૂર્ણ જીવન જીવવા ઇચ્છે છે અને એમના મુજબ પૂર્ણ જીવનનો અર્થ એકસો પચીસ વર્ષ થાય છે તો કેટલાય લોકો આશ્ચર્યચકિત થયા હશે. ગાંધીજીએ આગળ એ પણ ઉમેર્યું કે ત્યાં સુધી કેવળ ભારત જ નહીં બલકે આખી દુનિયા પણ આઝાદ થઈ જશે. (ગાંધીજીની ઉંમર એ વખતે 73 વર્ષની હતી.) ગાંધીજી દૃઢ ઈચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ હતા એટલે એમને પોતાના પર પૂરો વિશ્વાસ હશે કે એ સવાસો વરસ સુધી જીવતા પણ રહી શકે છે અને દેશ માટે કામ પણ કરી શકે છે. એમણે દોઢસો વર્ષ જીવતા રહેવા જેવી અશક્ય વાત નથી કહી. (આપણે બધાએ તાજેતરમાં જોયું કે કઈ રીતે સવાસો વર્ષના સ્વામી શિવાનંદ ખુલ્લા પગે ચાલતા પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પહોંચ્યા હતા અને કોઈ ટેકા વગર એમણે વડાપ્રધાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા.)

ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓએ પોતાના દેશવાસીઓને જણાવી રાખ્યું છે કે એ હજુ કેટલા વર્ષો સુધી પોતાના પદ પર રહીને એમની સેવા કરવાના છે. વર્તમાન રાષ્ટ્રપતિ જિનપિંગના નેતૃત્વમાં ચીની બંધારણમાં ફેરફાર દ્વારા રાષ્ટ્રપતિઓના બે વારથી વધુ પદ પર રહેવાની સમય-મર્યાદાને ખતમ કરી દેવાઈ. એટલે 2003થી રાષ્ટ્રપતિ 68 વર્ષીય શી જિનપિંગ હવે જ્યાં સુધી ઇચ્છશે ત્યાં સુધી સત્તામાં રહી શકશે. એમણે પોતાના પ્રતિસ્પર્ધીઓને પણ સત્તાની હોડમાંથી બહાર કરી દીધા છે.

પોતાના માટે બનાવેલ કાયદા અનુસાર, 69વર્ષીય રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ હવે 2036 સુધી સત્તામાં રહી શકશે. એ ત્યારે 83 વર્ષના થઈ જશે.પુતિન 1999થી સત્તામાં છે. 1999થી 2008 સુધી એ દેશના વડાપ્રધાન છે. પછીથી રાષ્ટ્રપતિ બની ગયા. ચીન અને રશિયા બંનેમાં આવનારા કેટલાય વર્ષો સુધી એ વાતની કોઈ ચર્ચા નહીં થાય કે જિનપિંગ પછી કોણ ? કે પુતિન પછી કોણ ? નહેરૂના જમાનાથી ભારતના રાજકારણમાં ચર્ચા થતી આવી છે કે નહેરુ પછી કોણ ? ઇંદિરા ? કે વાજપેયી ? વાજપેયીજીના મામલામાં તો મનાતું હતું કે અડવાણી જ એમના ઉત્તરાધિકારી થશે.

વડાપ્રધાન મોદીએ જનતા અને ભાજપ બંનેને એટલા જબરદસ્ત રીતે 24 કલાક વ્યસ્ત કરી દીધેલ છે કે મોદી પછી કોણ ? એનો વિચાર પણ કોઈ પોતાના મનમાં ય લાવી નથી શકતા.ભારતમાં વડાપ્રધાનોમાં પદ પર રહેવાની એમ પણ કોઈ બંધારણીય મર્યાદા નથી. મોદીએ પોતાના તરફથી પણ મનની વાત ક્યારેય જાહેર નથી કરી કે એ ક્યાં સુધી પદ પર રહેવા ઇચ્છે છે. એમની નજરમાં ચોક્કસપણે એવા કેટલાય મોટા કામ હજુ બાકી હશે જે એમના જ દ્વારા પૂરા થવાના હશે. વર્તમાન જવાબદારીઓ સાથે મોદીએ પોતાને એટલા એકાકાર કરી દીધા છે કે 71 વર્ષની ઉંમરે પણ એ જબરદસ્ત રીતે કામ કરતા દેખાય છે. કહેવાય છે કે એમના મંત્રીમંડળના સહયોગીઓ જ્યારે સવારે ઊઠીને આંખો ચોળતા હોય, ત્યારે મોદી જરૂર પડ્યે કેબિનેટની મીટિંગ પણ બોલાવે છે. વડાપ્રધાનની અસીમિત ઊર્જામાં એ પણ સામેલ છે કે એ પ્રશંસકો સાથે વિરોધીઓને પણ આખો દિવસ વ્યસ્ત રાખે છે. કહેવાય છે કે વડાપ્રધાન તરીકે મોદી એ ક્ષણથી કમજોર થવા લાગશે જે ક્ષણથી વિપક્ષીઓઓ એમના વિશે વિચારવાનું અને એમની પર ચઢી બેસવાનું બંધ કરી દશે.

મોદીની દિનચર્યાને લઈને એક જૂની માહિતી મુજબ વડાપ્રધાન કેવળ સાડાત્રણ કલાકની જ ઊંઘ લે છે. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમના ડૉક્ટરમિત્રો એમને સતત સલાહ આપતા હોય છે કે ઓછામાં ઓછા પાંચ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ હું કેવળ સાડાત્રણ કલાક જ સૂઈ શકું છું. મોદીનો આ ઇન્ટરવ્યૂ અગિયાર વર્ષ અગાઉ (2011)નો છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન નહોતા બન્યા. એમની ઊંઘને લઈને મહારાષ્ટ્ર ભાજપપ્રમુખ ચંદ્રકાંત પાટીલે તાજેતરમાં કહ્યું હતું કે વડાપ્રધાન કેવળ બે કલાક સૂએ છે અને બાવીસ કલાક કામ કરે છે. એ પ્રયોગ કરી રહ્યા છે કે સૂવાની જરૂર જ ન પડે. એ દરેક મિનિટ દેશ માટે કામ કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોડી રાત સુધી કામ કરતા હતા પણ પાંચ કલાકની નિદ્રા લેતા હતા.

આલેખનો સાર એ છે કે એ તમામ વિપક્ષી દળો જેમનો એકમાત્ર ઉદ્દેશ મોદીને સત્તાથી દૂર કરવાનો છે એમણે પોતાની ઊંઘના કલાકો ઓછા કરવા પડશે અને જનતા સાથે વ્યસ્તતા વધારવી પડશે. આપણી વાત એક પેનલિસ્ટના આ દાવાથી શરૂ કરી હતી કે મોદી હજુ બીજા પચાસ વર્ષ સત્તામાં રહેશે. સવાસો વર્ષ સુધી સક્રિય રહેવાની ફોર્મ્યૂલા સ્વામી શિવાનંદ પાસેથી મેળવી શકાય છે. વિપક્ષી દળો દ્વારા આરોપ લાગી શકે કે મોદીને લઈને હું એમને ડરાવી રહ્યો છું.

( मूल हिंदी आलेख का गुजराती अनुवाद )

કોંગ્રેસને લઈને વડાપ્રધાન આટલા ક્રોધિત શા માટે ?
શ્રવણ ગર્ગ : ગુજરાત અને દિલ્હીની સત્તામાં નિર્વિઘ્ન એકવીસ વર્ષ વીતાવ્યાં પછી, વિરોધ પક્ષને પોતાની જરૂરિયાત જેટલા પાંગળો બનાવી દીધા પછી અને પાર્ટીના આંતરિક અસંતોષને ‘માર્ગદર્શક મંડળ’માં સફળતાપૂર્વક રવાના કરી દીધા પછી નરેન્દ્ર મોદીને એ કોંગ્રેસ પોતાના માટે પડકારજનક શા માટે લાગે છે કે જેને પોતે મે 2014માં વડાપ્રધાનપદના સોગંદ લેતા પહેલા જ લગભગ ખતમ કરી ચૂક્યા હતા? કશુંક તો જરૂર હોવું જોઈએ કે વડાપ્રધાનને ગાંધી પરિવાર તરફ સંસદના બંને સદનોમાં સાત વર્ષ પછી આટલી કડવાશ સાથે અસહિષ્ણુતા વ્યક્ત કરવી પડી રહી છે ! એ ઇચ્છત તો આ કામ પોતાના પ્રથમ કાર્યકાળના પહેલા બજેટસત્રમાં જ કરી શકતા હતા.

‘વિશ્વ ગુરુ’ બનવા જઈ રહેલ ભારત દેશના વડાપ્રધાને જો પોતાના બહુમૂલ્યવાન ત્રણ કલાકનો સમય કેવળ એક વિરક્ત વિરોધપક્ષના ઇતિહાસની કાળગણના માટે આપવો પડે તો માનવું પડે કે સમસ્યા કંઈક વધારે ગંભીર છે. સામાન્ય જનતાની સમજણ મુજબ તો આની પાછળ બે જ કારણ હોઈ શકેઃ કાં તો ‘પપ્પુ’ કહેવાતા રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રપતિના સંબોધન પર રજૂ થયેલ ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આપવામાં આવેલ અદ્ભુત ભાષણે સત્તાના પાયા હલાવી નાખ્યા છે અથવા ઉત્તરપ્રદેશની સડકો પર પ્રિયંકા ગાંધીના રૂપમાં ઇંદિરા ગાંધીનો જે ‘લડકી હૂઁ, લડ સકતી હૂઁ’ વાળો જે અવતાર પ્રગટ થયો છે એને લઈને સત્તારૂઢ પક્ષ બેચેન છે.

પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને તેરમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સુધીના સંસદના બજેટ સત્રોમાં તત્કાલીન રાષ્ટ્રપતિઓના સંબોધન પર ચર્ચાઓના જવાબમાં (કદાચ) કોઈ પણ વડાપ્રધાને બંને સદનોના ફોરમનો ઉપયોગ કોઈ એક વિપક્ષી દળની ચામડી સાર્વજનિક રીતે ઉઘાડીને એના જખમોને લોહીલુહાણ કરવામાં નહીં કર્યો હોય જેવું સાત અને આઠ ફેબ્રુઆરી 2022ના રોજ દેશ અને દુનિયાના કરોડો લોકોએ ટીવીના પડદે જોયું અને સાંભળ્યું.

વડાપ્રધાનની કચેરીમાં રાત-દવિસ સંઘર્ષરત રહેનાર ટીમનાં વખાણ કરવાં જોઈએ કે એણે આટલો કઠોર પરિશ્રમ કરીને ગોવા મુક્તિસંગ્રામને લઈને નહેરુ દ્વારા કહેવાયેલ કથનથી માંડીને ‘તાનાશાહ’ કોંગ્રેસી શાસન દ્વારા વખતોવખત બરખાસ્ત કરાયેલ વિપક્ષી રાજ્ય સરકારોની યાદી, એના નેતાઓ દ્વારા અપમાનિત કરાયેલ લોકોનાં નામ અને એ તમામ ઘટનાઓની પ્રામાણિક વિગતો તૈયાર કરવામાં પોતાની પૂરી તાકાત લગાવી જેને હથિયાર બનાવીને વડાપ્રધાન પોતાનું ઓજસ્વી ભાષણ બંને સદનોમાં આપી શક્યા. સત્તારૂઢ પક્ષના સાસંદોએ આટલી બધી વાર પહેલા ક્યારેય ‘શેમ-શેમ’ ઉચ્ચાર્યું નહીં હોય કે ન આ રીતે પાટલીઓ થપથપાવી હશે !

વડાપ્રધાને પોતાનાં બંને ભાષણોમાં શું કહ્યું એ એટલા માટે ફરી કહેવું નથી કે એમ કરવાથી અટલ બિહારી વાજપેયી સહિત એ તમામ વિભૂતિઓ સંસદીય ઈતિહાસના કઠેડામાં ઊભી કરાતી જવાશે કે જેમણે કોઈ વિપક્ષી દળ કે નેતા દ્વારા પોતાની સરકાર ઉથલાવાયા છતાં આ રીતનું ભાષણ સંસદમાં નથી આપ્યું. જે અટલજીનો ઉલ્લેખ વડાપ્રધાને એમની રચનાના માધ્યમથી કર્યો (‘વ્યાપ્ત હુઆ બર્બર અંધિયારા, કિંતુ ચીર કર તમ કી છાતી, ચમકા હિન્દુસ્તાન હમારા. શત-શત આઘાતોં કો સહકર, જીવિત હિન્દુસ્તાન હમારા. જગ કે મસ્તક પર રોલી સા, શોભિત હિન્દુસ્તાન હમારા.’) એ જ અટલજીએ નહેરુના નિધન પછી પોતાની શ્રદ્ધાંજલિમાં સંસદમાં કહ્યું હતું, ‘એક સપનું હતું જે અધૂરું રહ્યું, એક ગીત હતું જે મૂંગું બની ગયું, એક જ્યોત હતી જે અનંતમાં વિલીન થઈ ગઈ. માનવતા આજે ખિન્ન બની ગઈ.’

વડાપ્રધાને જે કંઈ કહ્યું એને બેવડાવવા કરતાં વધુ જરૂરી એ સમજવું હોઈ શકે છે કે મોદી જનતાના ક્યા વર્ગ કે સમૂહને સંબોધિત કરવા ઇચ્છતા હશે. નહેરુને લઈને આજદિન સુધીના કોંગ્રેસના ‘કાળા ઈતિહાસ’થી (જેમાં 1975માં લોકશાહીનું ગળું ઘોંટવાનું પણ સામેલ છે)શું વડાપ્રધાન પોતાના જ પક્ષના સાંસદો અને ધારાસભ્યોને પરિચિત કરાવવા ઇચ્છતા હતા ? કે એ બિનકોંગ્રેસી વિપક્ષને ચેતવવા ઇચ્છતા હતા જે કોંગ્રેસને આગળ ધરીને 2024માં કેંદ્રની સત્તા કબજે કરવાની તૈયારી કરી રહેલ છે ? કે પછી એ ‘ગાંધી પરિવાર’ને એના અતીત માટે શરમાવવા ઇચ્છતા હશે ?

વડાપ્રધાને તો કોંગ્રેસનો માત્ર એટલા માટે પણ આભાર વ્યક્ત કરવો જોઈતો હતો કે જો ઇંદિરા ગાંધીએ 1975માં લોકશાહીનું ગળું ઘોંટ્યું ન હોત તો ન તો તાનાશાહ શાસકોને ક્યારેય એ ખબર પડત કે જનતાનું મૌન પણ સત્તાપરિવર્તન કરી શકે છે અને ન તો કેંદ્રમાં વિપક્ષી દળોની એવી સંયુક્ત સરકાર બનવાની ક્ષણ ઊભી થાત જેમાં જનસંઘ (વર્તમાન ભાજપ)ની પણ ભાગીદારી હતી. એ સરકારમાં અટલજી વિદેશમંત્રી અને અડવાણી સૂચના અને પ્રસારણ મંત્રી હતા.

એ વાતની તપાસ થઈ શકે છે કે આઝાદી પછીની કોંગ્રેસના ‘કાળા’ રાજકીય ભૂતકાળની આટલી શોધપૂર્ણ જાણકારી દક્ષિણ ભારત (કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સા, તેલંગણા, પુદુચેરી વગેરે), ઉત્તર-પૂર્વનાં રાજ્યો (આસામ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ, મિઝોરમ વગેરે) અને કાશ્મીર-લદાખ વગેરે વિસ્તારોંમાં રહેનારી કરોડોની વસ્તી શું બરાબર સાંભળી, સમજી અને સ્વીકાર કરી શકી હશે ? જો ના તો કેમ ? મોદી તો દેશના 28 રાજ્યો અને આઠ કેંદ્રશાસિત પ્રદેશોમાં વસતા તમામ એકસો ત્રીસ કરોડ નાગરિકોના વડાપ્રધાન છે ! તો શું આ રાજ્યોની જનતાને પોતાના વડાપ્રધાનના ભાષણોમાં કોઈ રસ જ નહીં હોય ?

એ અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વડાપ્રધાનના ઉદ્બોધનના કેંદ્રમાં એ રાજ્યો હશે જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે, એ રાજ્યો જ્યાં આ વર્ષના અંતમાં અને હવે પછીના બજેટભાષણ અગાઉ ચૂંટણી થવાની છે, ભાજપશાસિત એ પ્રદેશો જ્યાં ડબલ એંજિનની સરકારો વિરુદ્ધ એન્ટીઇન્કમ્બસી છે અને પાર્ટી અને સંઘના એ લાખો કાર્યકર્તાઓ જે કોવિડની તકલીફથી પીડિત જનતાનો સામનો કરતા ડરી રહી છે.

આને વડાપ્રધાનના ઉદ્બોધનોની વિશેષતા માની શકાય છે કે બજેટ અને ‘બે હિંદુસ્તાનો’ને લઈને રાહુલ ગાંધી દ્વારા પૂછાયેલ અસુવિધાજનક પ્રશ્નોના સંતોષજનક જવાબો આપવાને બદલે એ પોતાના તરફથી એટલા આત્મવિશ્વાસથી કોંગ્રેસની જ વિરુદ્ધમાં ઢગલો પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. કોંગ્રેસના આટલા નિરાશાજનક અને રાષ્ટ્ર-વિરોધી અતીત તથા એના સંગઠન પર એક જ પરિવારના આધિપત્યના ખુલાસા પછી પણ જો જનતા વડાપ્રધાનની સલાહ માનીને એની તરફેણમાં મતદાન કરવું બંધ નથી કરતી તો માની લેવું જોઈએ કે ભાજપ અને સંઘની ખરી સમસ્યા કોંગ્રેસ અને ‘પરિવાર’ નહીં પણ દેશની જનતા છે. એ સંજોગોમાં તો વડાપ્રધાને ઇલાજ જનતાનો જ કરવો પડશે.

(मूल हिंदी आलेख का गुजराती अनुवाद )

વિધાનસભા શરૂ થતા પહેલા જ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગર,તા.૧ : આજે પહેલી માર્ચ- સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાને કારણે આ વખતે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે આજે શરૂ થનારા સત્ર પહેલા ગુજરાત કાૅંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં ગુજરાત કાૅંગ્રેસના બે ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે હાથમાં મોંઘવારી અંગેના બેનરો લઇને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું છે. કાૅંગ્રેસનાં ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે પહોંચ્યા વિધાનસભામાં મોંઘવારી, વેટ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ જેવા મુદ્દે વિવિધ બેનરો હાથમાં લઇને વિધાનસભા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કાૅંગ્રેસનો વિરોધ જાેઇને તેઓ વિધાનસભામાં પણ હોબાળો કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યાં છે. તેઓ આ મુદ્દે વોકઆઉટ કરી શકે છે.

બીજી તરફ કાૅંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ પણ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરશે તેવી માહિતી પણ પ્રદિપસિંહ જાડેજાએ આપી છે. આ ઉપરાંત ૩જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે.નિતિન પટેલ ૯મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. ૨૪ દિવસ સુધી બજેટ સત્ર ચાલશે.

જીડીપીના આંકડા પર સવાલ ઊઠાવતા ભાજપના સાંસદ
નવી દિલ્હી, તા. ૧ : છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરા તેવર બતાવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર થયેલા જીડીપીના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.

સરકાર દ્વારા જાહેરાત પ્રમાણે જીડીપીમાં ૦.૪%નો વધારો જાેવા મળ્યો છે. બે ક્વાર્ટર પહેલા જીડીપી માઈનસ ૨૪% હતી અને હવે લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશ મંદીમાંથી બહાર નીકળી ચુક્યો છે તેમ કહેવાઈ રહ્યુ છે.

જાેકે ડો. સ્વામીનુ કહેવુ છે કે, જાે લાસપેઈરેસ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે જાેવામાં આવે તો ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ માઈનસ ૧૦% રહે છે અને જાે પાસચે ઈન્ડેક્સનો ઉપયોગ કરે તો આ આંકડો માઈનસ ૧૫% સુધી જઈ શકે છે. કારણકે આ બંને ઈન્ડેક્સમાં એમએસએમઈ અને અસંગઠિત સેક્ટરને પણ સામેલ કરવામાં આવતુ હોય છે અને મંદીની માર આ બંને સેક્ટર પર જ વધારે છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં લગભગ આઠ ટકાનો ઘાટો  થાય તેવુ અનુમાન છે.ગત જુન મહિનાના ક્વાર્ટર બાદ ઈકોનોમી માઈનસ ૨૪% થઈ હતી.જાેકે એ પછી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર બાદ જીડીપી માઈનસ ૭.૫% પર રહયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી ચૂંટણી લડવાના સંકેત
ફ્લોરિડા,તા.૧ : વાઈટ હાઉસમાંથી નીકળ્યા પછી સાર્વજનિક લોકોની સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં પોતાની જ જીત થઈ હોવાના એક્કો હજુ છોડ્યો નથી. ટ્રમ્પે ૨૦૧૪ની ચૂંટણીમાં ફરી એકવાર રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર બનવાના સંકેત આપી દીધા છે. ફ્લોરિડામાં ૨૦૨૧ કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં હાજર આપીને ટ્રમ્પે કહ્યું, આજે હું તમારી સામે એ કહેવા માટે આવ્યો છું કે ૪ વર્ષ પહેલા જે સરખામણી ના કરી શકાય તેવી યાત્રા અમે શરુ કરી હતી, એનો હજુ અંત નથી આવ્યો.

હજુ ઘણું કરવાનું બાકી છે. અમે અહીં અમારી ચળવળ, પોતાની પાર્ટી અને પોતાના પ્રિય દેશના ભવિષ્ય વિશે વાત કરવા માટે એકઠા થયા છે. ટ્રમ્પે પોતાની વાત શરુ કરતા પહેલા કોન્ફરન્સમાં હાજર જનસભાને પૂછ્યું, શું તમે મને મિસ કરો છો? પછી પોતાની વાત શરુ કરી. ટ્રમ્પે સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ નવી પાર્ટી નથી બનાવવાના. ટ્રમ્પે પોતાના ચૂંટણી દરમિયાનના જૂઠ્ઠાને પૂનરાવર્તિત કર્યું. ટ્રમ્પે કહ્યું, ડેમોક્રેટ્‌સ ચૂંટણી હાર્યું હતું. કોને ખબર કે હું તેમને ત્રીજી વખત પણ હરાવવા માટેનો ર્નિણય પણ લઈ શકુ છું.

આ સાથે ટ્રમ્પે ૨૦૨૪ની પોતાની યોજના અંગે સંકેત આપ્યા. ટ્રમ્પે આ સાથે હાલના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન પર નિશાન તાક્યું, ટ્રમ્પે કહ્યું આધુનિક ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપ્રમુખનું પહેલું કાર્યકાળ આટલું ખરાબ રહ્યું છે. બાઈડન સરકારે એ સાબિત કર્યું છે કે તેઓ નોકર વિરોધી, પરિવાર વિરોધી, બોર્ડર વિરોધી, એનર્જી વિરોધી, મહિલા વિરોધી અને વિજ્ઞાન વિરોધી છે. એક જ મહિનામાં આપણે અમેરિકા ફર્સ્‌ટથી અમેરિકા લાસ્ટ પહોંચી ગયા છીએ.