કૃષિમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવી જરૂરી

farming

નવી દિલ્હી, તા. ૧ : આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે કરાયેલી જાહેરાતો એંગે ચર્ચા કરી. તેમણે એક વેબિનારમાં કહ્યું કે, સતત વધતાં કૃષિ ઉત્પાદન વચ્ચે ૨૧મી સદીમાં ભારતને પોસ્ટ હાર્વેસ્ટ ક્રાંતિ, ફૂડ પ્રોસેસિંગ ક્રાંતિ અને વેલ્યૂ એડિશનની જરૂર છે. દેશમાં સારું હોત કે આ કામ બે ત્રણ દાયકા પહેલાં જ કરી લેવામાં આવ્યું હોત. કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસ કાર્યોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાનો સમય આવી ગયો છે. આ ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સાથે જ તેમણે કહ્યું કે, આજે આપણે કૃષિના દરેક સેક્ટરમાં પ્રોસેસિંગ પર સૌથી વધુ ધ્યાન આપવાનું છે. તેના માટે જરૂરી છે કે, ખેડૂતોને તેમના ગામડા પાસે સ્ટોરેજની આધુનિક સુવિદ્યા મળે. ખેતથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવાની વ્યવસ્થા સુધારવી પડશે.

આજે સમયની માગ છે કે, ખેડૂતની ઉપને માર્કેટમાં વધુમાં વધુ વિકલ્પ મળે. માત્ર ઉપજ સુધી ખેડૂતોને સીમિત રાખવાનું નુકસાન દેશ જાેઇ રહ્યો છે. આપણે દેશના કૃષિ ક્ષેત્રના પ્રોસેસ્ડ ફૂડને વૈશ્વિક માર્કેટમાં વિસ્તરણ કરવું જ પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાંબા સમયથી કોઇને કોઇ રૂપમાં કરાઇ રહી છે. આપણા પ્રયાસ હોવા જાેઇએ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માત્ર એક વેપાર બનીને ના રહે પરંતુ તે જમીન પ્રત્યે  આપણે આપણી જવાબદારી નિભાવીએ. મેં સંસદમાં કહ્યું હતું કે, કેવી રીતે દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે મહત્વપૂર્ણ ર્નિણય લીધા. નાના ખેડૂતોની સંખ્યા ૧૨ કરોડની આસપાસ છે અને તેના સશક્તિકરણથી ભારતીય કૃષિને અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ મળશે. સાથે જ ગ્રામીણ ઇકોનોમીનું ડ્રાઇવિંગ ફોર્સ પણ બનશે.

Log In

Forgot password?

Don't have an account? Register

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

Exit mobile version