નવી દિલ્હી,તા.૧ : દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને પોતાનું ગુજરાન કરવા માટે નોકરી કે પછી કોઈ કામ કરે છે. માણસ કેટલી કમાણી કરી છે તે વાત તેની લાઇફસ્ટાઇલ પરથી જાણી શકાય છે. પરંતુ એક વર્ગ એવો છે જેની આવક વિશે તમે ભાગ્યે જ અંદાજ લગાવી શકો. ભિખારી વર્ગ તેમાં શામેલ છે. પરંતુ અમુક એવા પણ ભિખારી છે જેમની આવક સાંભળીને તમને આશ્ચર્ય થશે. શક્ય છે કે તેની આવક તમારી આવકથી અનેકગણી વધારે પણ હોય. તો આજે અમે તમને ભારતના આવા જ પાંચ અમીર ભિખારી વિશે જણાવી રહ્યા છીએ.
જેમની પાસે રહેવા માટે સારું ઘર તો છે જ, સાથે સાથે સારી બેન્ક બેલેન્સ પણ છે. આ તમામ વસ્તુ હોવા છતાં તેઓ રોડ પર ભીખ માંગે છે. એક રિપોર્ટ પ્રમાણે સૌથી પાંચ સમૃદ્ધ ભિખારીઓમાં પ્રથમ નામ મુંબઈના પરેલ ક્ષેત્રમાં ભીખ માંગનાર ભરત જૈનનું આવે છે. ભરત પાસે મુંબઈમાં બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત ૧૪૦ લાખ રૂપિયા છે. મતલબ કે ભિખારી પાસે ૧.૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ભરત જૈન દર મહિને ભીખ માંગીને ૭૫,૦૦૦ રૂપિયાની કમાણી કરે છે. બીજા નંબર પર કોલકાત્તાની લક્ષ્મી આવે છે.
લક્ષ્મી જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારથી જ તેણીએ ભીખ માંગવાની શરૂઆત કરી હતી. ૧૯૬૪થી અત્યારસુધી ભીખ માંગીને તેણીએ લાખો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. આજના સમયમાં લક્ષ્મી દરરોજ ભીખ માંગીને એક હજાર રૂપિયાની કમાણી કરે છે. અમીર ભિખારીઓની યાદીમાં ત્રીજા નંબર પર મુંબઈમાં રહેતી ગીતા આવે છે. રિપોર્ટ પ્રમાણે ગીતા મુંબઈના ચર્ની રોડ પાસે ભીખ માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભીખ માંગીને એકઠા કરેલા પૈસાથી તેણીએ એક ફ્લેટ ખરીદ્યો છે. દરરોજ ભીખ માંગીને તેણી ૧,૫૦૦ રૂપિયાની આસપાસ કમાણી કરે છે. આ રીતે તેની મહિનાની આવક ૪૫,૦૦૦ રૂપિયા છે. ચોથા નંબર પર ચંદ્ર આઝાદનું નામ આવે છે. ૨૦૧૯માં રેલવે દુર્ઘટનામાં ચંદ્ર આઝાદનું નિધન થઈ ગયું હતું. જે બાદમાં પોલીસને તેની સંપત્તિ વિશે માલુમ પડ્યું હતું. તેના બેંક ખાતામાં ૮.૫૦ લાખ રૂપિયા અને સાથે જ તેની પાસેથી ૧.૫૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. બિહારની રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગનાર પપ્પૂ અમીર ભિખારીઓની યાદીમાં પાંચમાં ક્રમે છે. એક દુર્ઘટનામાં પપ્પૂએ પોતાનો પગ ગુમાવી દીધો હતો. જે બાદમાં તેણે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ પપ્પૂ પાસે આશરે ૧.૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
This post was created with our nice and easy submission form. Create your post!
