૧ કરોડની ઠગાઈમાં મહિલા નકલી ડેપ્યુટી કલેક્ટર નીકળી

સુરત / કતારગામ,તા.૧ : કતારગામના બિલ્ડરને નવસારીના સિસોદ્રા ગામમાં સરકારી જમીનની ફાળવી આપવાની વાત કરી નાયબ ક્લેક્ટર અને રેવન્યુ વિભાગના સેક્સન અધિકારી તરીકેની ઓળખ આપનાર એક મહિલા સહિત બે જણા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. બિહારને ગાંધીનગરમાં પણ કેટલાક લોકો સાથે મુલાકાત કરાવી રૂ.૧ કરોડ લઈ લીધા હતા. બનાવ સંદર્ભે બિલ્ડરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનામાં સંડોવાયેલા આરોપી રામદેવસિંહની ધરપકડ કરી છે. કતારગામ સિંગણપોરા રોડ અશોકનગર સોસાયટીમાં રહેતા ગુણવંત વલ્લભ આંબલીયા જમીન લે-વેચ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

ગુણવંત આંબલીયાનો સને ૨૦૧૬માં તેના વકિલ મિત્ર નિલેષની ઓફિસમાં રામદેવસિંહ લક્ષ્મણ ફમટ સાથે મુલાકાત થઈ હતી. રામદેવસિંહે તેની ઓળખ ગાંધીનગરમાં રેવન્ય વિભાગમાં સેક્સન અધિકારી તરીકે આપી તેનો આઈકાર્ડ બતાવ્યો હતો. તેમજ જમીનને લગતા સરકારી કામ કરું છું જાે કોઈ કામ હોય તો મને જણાવજાે એમ કહ્યું હતું. દરમિયાન પાંચેક દિવસ બાદ ફરીથી રામદેવસિંહ ઓફિસમાં મળ્યા હતા અને નવસારી જીલ્લાના સીસોદ્રા (ગણેશ) ગામની તળાવની સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની વાત બિડર ગુણવંત આંબલીયાને કરી હતી. ગુણવંત આંબલીયાએ જમીન ખરીદવા તૈયારી બતાવતા હતા. રામદેવસિહે જમીન ફાળવણી કરી આપવા માટે રૂ. ૩ કરોડનો ખર્ચ થશે અને ૧ કરોડ જમીનની ફાળવણી અંગેની માંગણી કરતી અરજી કરવાની સાથે ચુકવાના રહેશે. 

એવું જણાવી જમીન ફાળવણીની પ્રક્રિયા એક વર્ષમાં પુરી કરી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બિલ્ડર ગુણવંત આંબલીયાની રામદેવસિહ અડાજણ સ્ટાર બજાર પાસે નેહા પટેલ નામની મહિલા સાથે – મુલાકાત કરાવી હતી. નેહાએ તેની ઓળખ ડેપ્યુટી કલેક્ટર અને હાલમાં ફરજ મોકુફ હોવાનું જણાવી આઈકાર્ડ બતાવી હું એક અધિકારી છુ તમે ચિંતા કરતા નહીં તમારુ ક્યારેય ખોટું નહી થવા દઉ હું સચિવો સાથે મળી કામ કરુ છું અને હું તમારુ એક કામ કરાવું પછી આપણે બીજા કામ કરીશુ. અને હું ગાંધીનગર ખાતેના કમલેશ પરમાર સાહેબ, શિક્ષણ વિભાગ સોની સાહેબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતીના માજી ચેરમેન તથા પંડ્યા સાહેબ અને મહેસુલ વિભાગના સચિવો સાથે મળી કામ કરુ છુ તમે વિશ્વાસ રાખજાે તેમ કહી ભરોસો કેળવી લીધો હતો. બિલ્ડરને વિશ્વાસમાં લઇ ટુકડે ટુકડે કરી એક કરોડ મેળવી લીધા હતા ૨૦૧૭ સુધીમાં કામ – પુર્ણ કરી દેવાનું હતું જાેકે દિવાળી વેકેશન પછી જમીનની જંત્રીનો ઓર્ડર નહીં મળતા ગુણવત આંબલીયાને ગાંધીનગર બોલાવ્યા હતા. 

જ્યાં સચિવાલયમાં શિક્ષણ વિભાગની ઓફીસમાં કમલેશ પરમાર સાથે મિટીંગ કરી હતી. દરમિયાન ૩ નવેમ્બર ૨૦૧૭ના રોજ જીલ્લા ક્લેકટર નવસારી વતી લખાયેલી ટપાલ સીસોદ્રાના બ્લોક નં-૧૯૫૭ સામાજીક હેતુ માટે મળવા બાબતના વિષય વાળી ટપાલ મળી હતી. ટપાલમાં નિયત નમુનામાં અરજી કરેલ નથી તેમજ સરકારના ૨૬ એપ્રિલ ૨૦૧૧ના ઠરાવ મુજબ અરજી સમયે ૧૧ ટકા સર્વિસ ચાર્જની રકમ સરકારમાં ભરપાઈ કરી ન હોવાની જણાવ્યું હતુ. ગુણવંત આંબલીયાને ઠગાઈ થઈ હોવનો ખ્યાલ આવતા નેહા પાસે રૂપીયાની માંગણી કરતા ૨૩ લાખનો ચેક આપ્યો હતો અને બાકીના રૂપીયા પરત ચુકવી દેવાનું કહ્યું હતુ. ચેક બેંકમાં જમા કરાવતા ર્રિટન થયો હતો. રૂપિયાની ઉઘરાણી કરતા નેહા પટેલે તમારાથી થાય તે કરી લો તમારૂ કામ થશે નહીં અને રૂપીયા પણ પાછા મળશે નહીં તેવી ધમકી આપી હતી. ૨૦૧૬માં રામદેવસિંહે ગુણવંતભાઈના નામથી નવસારી કલેક્ટરને ઉદ્દેશીને અરજી કરી હતી. તેમાં ગુણવંતની સહી લીધી હતી. નવેમ્બર ૨૦૧૭માં નવસારી કલેક્ટરનો પત્ર આવ્યો હતો. તેમાં લખ્યું કે, નિયત નમુનામાં અરજી કરી નથી અને૧ ટકા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરાઈ નથી. ત્યારે ગુણવંતભાઈને ખ્યાલ આવ્યો કે તેમની સાથે ઠગાઈ થઈ છે. જેથી  બિલ્ડરે રામદેવસિંહ ઉમટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અન્ય મહિલા આરોપની શોધખોળ હાથ ધરી છે.

This post was created with our nice and easy submission form. Create your post!

We are a non-profit organization, please Support us to keep our journalism pressure free. With your financial support, we can work more effectively and independently.
₹20
₹200
₹2400
દ હરિશચંદ્ર સટાફ
નમસ્કાર, વાચકો ને એ વિનંતી છે કે અમને વાંચે, શેયર કરે, અને એના થી વધુ સારું કરવા માટે અમને સુઝવે. તમે Whatsapp પર સીધું સંપર્ક કરી શકો છો આભાર