નવી દિલ્હી, તા. ૧ : પીએમ મોદી આજે સવારે જ કોઈ શોરશરાબા વગર કોરોના વેક્સિન મુકાવવા માટે એઈમ્સ ખાતે પહોંચી ગયા હતા.
જાેકે વેક્સિન મુકાવતી વખતે પણ નર્સો સાથે પીએમ મોદીએ પોતાના આગવા અંદાજમાં હસી મજાક કરી હતી. પીએમ મોદીએ એક તબક્કે તો એવી મજાક કરી હતી કે, વેક્સિન મુકી રહેલી બંને નર્સો પોતાનુ હસવુ રોકી શકી નહોતી.
પીએમ મોદીને વેક્સિન મુકનાર એક નર્સ સિસ્ટર પી નિવેદાએ કહ્યુ હતુ કે, પીએમ મોદી વેક્સિન મુકાવતી વખતે બહુ સામાન્ય હતા અને તેઓ હસી મજાક પણ કરી રહયા હતા. તેમણે અમને પૂછ્યુ હતુ કે, અમે મૂળે ક્યાંના રહેવાસી છે અને સાથે સાથે કહ્યુ હતુ કે, વેક્સિન માટે જરા લાંબી સોય વાપરજાે, કારણકે નેતાઓની ચામડી જરા જાડી હોય છે. આ સાંભળીને બંને નર્સો પોતાનુ હસવુ રોકી શકી નહોતી. એ પછી પીએમ મોદીએ ડાયરીમાં નોંધ પણ કરી હતી.પીએમ મોદીએ વેક્સિન મુકાવ્યા બાદ હવે ફરી એક વખત કોરોના વેક્સિનનો મુદ્દો દેશમાં ગાજી રહ્યો છે. બીજી તરફ રાજકીય મોરચે તેના પર રાજનીતિ પણ શરુ થઈ ચુકી છે અને વિપક્ષી નેતાઓ અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાત આપી રહ્યા છે.
