અમદાવાદ,તા.૧ : અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસે વાહનચાલક અને પોલીસકર્મી વચ્ચે લાઈસન્સ મામલે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મીએ વાહનચાલક પર લાઠીચાર્જ કર્યો હતો. રોડ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો આ દ્રશ્ય જાેઈને ઉભા રહી ગયા હતા અને જાેત જાેતામાં ૧૦૦-૧૫૦ લોકોનું ટોળું ઘટનાસ્થળે ભેગું થઈને પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. મળતી માહિતી મુજબ બનાવની જાણ થતાં ધારાસભ્ય બલરામ થાવાણી પણ આવ્યા હતા પરંતુ થોડીવાર બાદ તે પણ ત્યાંથી જતા રહ્યા હતા. આ દરમિયાન કુબેરનગરથી નાના ચિલોડા અને એરપોર્ટ તરફ જવાને રસ્તા લગભગ ૪થી ૫ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. યુવકે જણાવ્યું કે, ડીજી લોકરમાં લાઈસન્સ બતાડી રહ્યો હતો. બે પોલીસકર્મીને વંચાતું નહોતું, તો ત્રીજા પોલીસકર્મી પાસે ગયો તો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ગાળો આપીને મારવાનું શરૂ કર્યું. દંડો તૂંટી ગયો એટલો માર્યો છે અને બધાએ રસ્તા જતા લોકોએ આ દ્રશ્ય જાેયા છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, કુબેરનગર વિસ્તારમાં સૌથી વધાર તકલીફ છે, દરરોજ અહિંયા પોલીસની ચારથી પાંચ ગાડીઓ ઉભી હોય છે. ગમે તે વાહનચાલકને ઉભા રાખીને મિનિમમ ૫૦૦ રૂપિયા તો આપવા જ પડશે તેવું કહે છે. આજે ગરીબ રૂપિયા ક્યાંથી લાવીને આપે, અને પોલીસવાળા પીધા પછી આવું કરે છે. ગરીબ માણસે કઈ નહીં કર્યું હોય તો પણ તેના પર બધી કલમો લગાવીને દંડ ફટકારવામાં આવે છે. આજે તમે પીધેલા છો તો તમારા પર ગુનો નોંધીને કાર્યવાહી થવી જાેઈએ તેવી અમારી માંગ છે. યુવકના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર ફેક્ટરી પર જઈ રહ્યો હતો, આ દરમિયાન પોલીસે રોકીને લાઈસન્સ માંગ્યું. લાઈસન્સ તેના મોબાઈલમાં હતું, એકના વંચાયું નહીં તો બીજાને બતાવવા કહ્યું તેને પણ આ સમસ્યા હતી.
ટૂંકમાં પોલીસકર્મીઓને જ ખબર નહોતી પડતી હતી કે આ શું છે? જ્યારે ત્રીજા પોલીસકર્મીને બતાવ્યું તો દંડો કાઢીને ફટકારવાનું શરૂ કર્યું હતું. ચારમાંથી એક પોલીસકર્મીઓ મારતો હતો, હું છોડાવવા ગયો તો મને પણ મારવા લાગ્યા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચારેય પોલીસકર્મીઓ પીધેલી હાલતમાં હતા. બનાવની જાણ થતાં ઉચ્ચ અઘિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. તસવીરોમાં જાેઈ શકાય છે કે, લાઈસન્સ બાબતે યુવકને ફટકારતા જાેરદાર હોબાળો મચી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઈ જતાં પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
Disclaimer: This post was created with our nice and easy submission form; The views expressed in this article are based on the authors experience, research and thoughts. It is not necessary that The Harishchandra agrees with it. Only the author is responsible for all claims or objections related to this article. Create your post!