સુરતની ડાઈંગ મિલની આગ પર કાબૂ મેળવાયો

સુરત / પાંડેસરા, તા.૧ : સુરતનાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રેરણા ડાઈગ એન્ડ પ્રીન્ટીગ મિલમાં રવિવારે રાતે આશરે ૯.૩૦ની આસપાસ અચાનક આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી. જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા ફાયરની ૧૫ જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પોંહચીને આશરે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ભીષણ આગમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી પ્રમાણે, આગમાં એક કર્મચારીએ જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. હાલ તેને હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જીઆઈડીસીમાં આવેલી પ્રેરણા ડાઇંગ અને પ્રિન્ટીગ મિલમાં અચાનક ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. 

આ પણ વાંચો-  કોરોના તાકાતવર બન્યો, આરટી પીસીઆર ટેસ્ટ પણ ફેઈલ થયા

આગ લાગતાની સાથે આ મિલમાં કામ કરતા તમામ કર્મચારી મિલ બહાર દોડી ગયા હતા. આ આગ કેમ લાગી તે મિલમાં કામ કરતા કર્મચારી સમજે તે પહેલાં આગ બેકાબુ બની ગઈ હતી જાેકે, આગ લાગતા મિલમાં દોડધામ મચી જવા પામી હતી. જાેત જાેતામાં આગ બેકાબુ બનતા સમગ્ર વિસ્તાર અફડાતફડી માહોલ સર્જાયો હતો જાેકે આગની જાનકારી મળતા ૩ જેટલા ફાયર સ્ટેશનની ૧૫ કરતા વધુ ફાયર ફાઇટર બનાવવાળી જગ્યા પર દોડી જઈને આગ પર કાબુ મેડવાનો પ્રયાસ શરૂ કરી નાંખ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગની જ્વાળા ૩ કિલોમીટર દુરથી જાેવા મળતી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. 

આ પણ વાંચો-  જનતાના ‘બજેટ’ થી જનતાની જ જાસૂસી ? પ્રજાતંત્ર અમર રહે!

જાેકે, મિલમાં જવનસીલ કેમિકલ અને કાપડનો મોટો જથ્થો હોવાને લઇને ફાયર વિભાગને આગ પર કાબુ મેળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગ કાબુમાં કરવા વધુ ફાયર ફાઇટર મદદ લેવી પડે તેવી શકયતા દેખાઈ રહી હતી. જાેકે આગ વધુ બે કાબુ બનેતો ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરે તેવી તૈયારી પણ ફાયર વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી હતી. જાેકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની કોઈ વિગત સામે નથી આવી. નોંધનીય છે કે, માર્ચ મહિનો આવતાની સાથે જ કાપડ મીલોમાં આગ લાગવાનાં બનાવોમાં વધારો થાય છે તેવો ગળગળાટ પણ લોકોમાં શરૂ થયો છે.

આ પણ વાંચો-  મોદીએ રેડિયો કાર્યક્રમમાં પાણીના સંરક્ષણ માટે ખાસ ભાર આપ્યો

This post was created with our nice and easy submission form. Create your post!

We are a non-profit organization, please Support us to keep our journalism pressure free. With your financial support, we can work more effectively and independently.
₹20
₹200
₹2400
Staff Avatar
નમસ્કાર, વાચકો ને એ વિનંતી છે કે અમને વાંચે, શેયર કરે, અને એના થી વધુ સારું કરવા માટે અમને સુઝવે. તમે Whatsapp પર સીધું સંપર્ક કરી શકો છો આભાર