ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી ચૂંટણી લડવાના સંકેત

ફ્લોરિડા,તા.૧ : વાઈટ હાઉસમાંથી નીકળ્યા પછી સાર્વજનિક લોકોની સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં પોતાની જ જીત થઈ હોવાના એક્કો હજુ છોડ્યો નથી. ટ્રમ્પે ૨૦૧૪ની ચૂંટણીમાં ફરી એકવાર રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર બનવાના સંકેત આપી દીધા છે. ફ્લોરિડામાં ૨૦૨૧ કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં હાજર આપીને ટ્રમ્પે કહ્યું, આજે હું તમારી સામે એ કહેવા માટે આવ્યો છું કે ૪ વર્ષ પહેલા જે સરખામણી ના કરી શકાય તેવી યાત્રા અમે શરુ કરી હતી, એનો હજુ અંત નથી આવ્યો.

 હજુ ઘણું કરવાનું બાકી છે. અમે અહીં અમારી ચળવળ, પોતાની પાર્ટી અને પોતાના પ્રિય દેશના ભવિષ્ય વિશે વાત કરવા માટે એકઠા થયા છે. ટ્રમ્પે પોતાની વાત શરુ કરતા પહેલા કોન્ફરન્સમાં હાજર જનસભાને પૂછ્યું, શું તમે મને મિસ કરો છો? પછી પોતાની વાત શરુ કરી. ટ્રમ્પે સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ નવી પાર્ટી નથી બનાવવાના. ટ્રમ્પે પોતાના ચૂંટણી દરમિયાનના જૂઠ્ઠાને પૂનરાવર્તિત કર્યું. ટ્રમ્પે કહ્યું, ડેમોક્રેટ્‌સ ચૂંટણી હાર્યું હતું. કોને ખબર કે હું તેમને ત્રીજી વખત પણ હરાવવા માટેનો ર્નિણય પણ લઈ શકુ છું.

 આ સાથે ટ્રમ્પે ૨૦૨૪ની પોતાની યોજના અંગે સંકેત આપ્યા. ટ્રમ્પે આ સાથે હાલના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન પર નિશાન તાક્યું, ટ્રમ્પે કહ્યું આધુનિક ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપ્રમુખનું પહેલું કાર્યકાળ આટલું ખરાબ રહ્યું છે. બાઈડન સરકારે એ સાબિત કર્યું છે કે તેઓ નોકર વિરોધી, પરિવાર વિરોધી, બોર્ડર વિરોધી, એનર્જી વિરોધી, મહિલા વિરોધી અને વિજ્ઞાન વિરોધી છે. એક જ મહિનામાં આપણે અમેરિકા ફર્સ્‌ટથી અમેરિકા લાસ્ટ પહોંચી ગયા છીએ.

We are a non-profit organization, please Support us to keep our journalism pressure free. With your financial support, we can work more effectively and independently.
₹20
₹200
₹2400
Staff Avatar
નમસ્કાર, વાચકો ને એ વિનંતી છે કે અમને વાંચે, શેયર કરે, અને એના થી વધુ સારું કરવા માટે અમને સુઝવે. તમે Whatsapp પર સીધું સંપર્ક કરી શકો છો આભાર